Website Logo
  • Welcome,Guest...
  • /
  • LogIn
  • /
|| શ્રી શાંતિનાથાય નમઃ ||
|| શ્રી કુળદેવી ઝમકાર દેવી માત્રે નમઃ ||
|| શ્રી ઝાંઝણ બાપને નમઃ ||
  • Welcome,Guest...
  • /
  • LogIn
  • /

Very Important

ખુબજ અગત્યની અને ધ્યાનમાં રાખવા લાયક કેટલીક બાબતો.

 

મંદિર અને માતાજીની પૂજાને લગતી કેટલી કબાબતો

 

* કુળદેવી માતાજીના પ્રસંગો જેવા કે પ્રતિષ્ઠાની સાલગીરી, દશેરો, બેસતો મહિનો, નવરાત્રી, સંમેલન કે આવા કોઈ પણ અન્ય પ્રસંગોમાં કાળાં વસ્ત્રો, કાળોબેલ્ટ,ચામડા નો બેલ્ટ, કાળી વસ્તુઓ નો ઉપયોગ કરવો નહિ.શક્ય ત્યાં સુધી ઘરમાં કે માતાજીના મંદિરમાં ચાલુ દિવસો એ પણ તેનો ઉપયોગન થાય તો ઘણું સારૂ.

* માતાજીના મંદિરમાં જતી વખતે ફરજીયાત મર્યાદા પૂર્ણ વસ્ત્રોજ પહેરવા. નાઈટડ્રેસ, બરમુડા, નાઈટી, શોર્ટ્સ, જેવા ઉદભટ વસ્ત્રો ન જ પહેરાય. બહેનો એ દુપટો કે સાડી નો છેડો માથા પર ઓઢી ને જ (માથુંઢાંકીને) પછી જ મંદિરમાં પ્રવેશ કરવો.

* માતાજીના મંદિરના ગર્ભગૃહ (ગભરા) માં પૂજાનાં વસ્ત્રો સિવાય પ્રવેશ કરવો નહિ. તેમજ પૂજાનો આઠપડ વાળેલો રૂમાલ (મુખ-કોષ) મોંઢા પર (નાક પર આવે તેરીતે) બાંધ્યા વગર પ્રતિમાજી ને સ્પર્શ કરવો નહીં.

* પુરુષોએ પૂજાનાં વસ્ત્રો તરીકે પૂજા-જોડી જ પહેરવા નો આગ્રહ રાખવો. માતાજી મંદિરની બાજુની જૂની ધર્મશાળામાં પૂજા-જોડી ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. પૂજા-જોડી પહેરવી ફાવતી ન હોય, તો અબોટ લેંઘા-ઝભ્ભાનો અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરી શકાય. જીન્સ- ટીશર્ટ કે પેન્ટ-શર્ટ પહેરીની પૂજા કરાવી નહિ.

* બહેનો એ પૂજાનાં વસ્ત્રો તરીકે સાડી કે દુપટ્ટા સાથેના ડ્રેસનો ઉપયોગ કરવો. જીન્સ-ટોપ કે સ્કર્ટ-ટોપનો ઉપયોગ કરવો નહીં.

* આપણા માતાજી એ શાશન દેવી છે. તેમના મસ્તક પર શ્રી શાંતિનાથ પરમાત્મા બિરાજમાન છે. માતાજી ની પ્રતિષ્ઠિત થયેલ પ્રતિમાજી છે. માટે તેમની કોઈ પણ પ્રકારે આશાતના ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. મંદિરના ગર્ભગૃહ (ગભરા) માં અશુદ્ધ વસ્ત્રો પહેરીને પ્રવેશ કરાય નહિ. માતાજીનો - પ્રતિમાજી નો સ્પર્શ અબોટ કપડાં (પૂજાનાં વસ્ત્રો) પહેર્યા વગર કરાય જ નહીં.માતાજી ની ભયંકર આશાતના ના થાય તે માટે આ બધાનું ખાસ ધ્યાન રાખવું .(અબોટ કપડાં કોને કહેવાય? - જે વસ્ત્રો પહેરી ને કે સાથે રાખીને કઈ પણ ખાધું-પીધું ના હોય, કે ટોયલેટ-બાથરૂમ ના કરેલું હોય, અંતરાયવળી બહેનો ક્યારેય અડકી ના હોય, તેવા વસ્ત્રોને અબોટ કહેવાય આવા વસ્ત્રો પહેરીને પણ આઠપડ વાળેલો રૂમાલ મોં અને નાક પર આવે તે રીતે બાંધ્યા પછી જ માતાજી નો સ્પર્શ કરી શકાય જયારે અબોટ વસ્ત્રો પહેરેલા હોય, ત્યારે પગમાં ચપ્પલ, બુટ કે મોજાં પણ પહેરાય નહિ.ન્હાયા પછી શરીર પર કોઈ પણ જાતનું પરફ્યુમ, બોડી-લોશન, બોડી-સ્પ્રે કે મેક-અપકર્યા વગર જ અબોટ કપડાં પહેરવાં જોઈએ.)

* કાળો રંગ આવ તો હોય તેવા વસ્ત્રો - પૂજાનાં વસ્ત્રો તરીકે વાપરી શકાય નહિ.

* માતાજી ને ચૂંદડી (વાઘા) કે છત્ર ચડાવવા-ધરવા માંગતા હોવ તો ,તે માટેની વ્યવસ્થા મંદિરની બાજુની જૂની ધર્મશાળામાં રાખેલ છે. આ માટે નો નકરો ભરી ને જે-તે વસ્તુઓ તમે ત્યાંથી શ્રી ભરતભાઈ પૂજારી પાસેથી મેળવી શકો છો.તમે ભરેલ નકરાની રસીદ અવશ્ય મેળવી લેવી. આ રકમ તમે ભંડાર માં પણ મૂકે શકો છો.

* માતાજી ને કોઈ પણ પ્રકાર નો દાગીનો ચડાવો, તો તેની રસીદ (પહોંચ) ફરજીયાત પણે પૂજારી શ્રી ભરતભાઈ પાસે થી મેળવી લેવી.

* માતાજી ને કોઈ પણ પ્રકારનો પ્રસાદ કરવાનો હોય તો, તે સવારે નવકારશી ના સમય પછી અને સૂર્યાસ્તના 30 મિનિટ પહેલાં કરી લેવો. આ સમય સિવાય પ્રસાદ કરવો નહિ, તેમજ કરવા માટે પૂજારી પાસે આગ્રહ પણ કરવો નહીં.

* માતાજી ની આરતી નો સમય સવારે પ્રથમ પૂજા પછી તુરંત નો અને સાંજે મંદિર માં ગલિક કરતી વખત નો હોય છે. આ સમય સિવાય માતાજી ની આરતી ઉતારી આશાતના ના ભાગીદાર બનવું નહિ.

* મંદિરના ઉપર ના ભાગે સ્થાપિત માતાજી ની પ્રાચીન પ્રતિમાજી ની વાસક્ષેપ પૂજા કરવા માટે આગ્રહ રાખવો નહિ.

 

અન્ય મહત્વની બાબતો

 

* આપણા કુળદેવી શ્રી ઝમકર દેવી માતાજી ના હાથમાં ઘૂઘરા છે, તેમજ ઝાંઝર નો ઝણકાર કરીને પધારે છે. માટે આપણા પરિવારમાં ઘુઘરા નો કે ઘુઘરી નો ઉપયોગ કરવાની સદંતર મનાઈ છે, દાગીના માટે માત્ર સોનાની-અવાજ ન કરતી હોય, તેવી ઘુઘરી પહેરી શકાય. તે સિવાય અન્ય કોઈ પણ ધાતુ કે પ્લાસ્ટિક ની ઘુઘરી-ઘૂઘરા કે રમકડાં નો ઉપયોગ કરવો નહીં. દિવાળીવી... તહેવારો માં ફરસાણ-મીઠાઇ તરીકે બનાવવામાં આવતા ઘૂઘરા પણ બનાવવા કે ખાવા નહિ.

* સફેદ કપડાં ને કરવામાં આવતી ગળી (નીલ-બ્લ્યુ) નો ઉપયોગ કપડા માં, ઘર ને રંગ કામ કરાવતી વખતે, સીલિંગ બનાવતી વખતે, કોઈ પણ પ્રકારનું માપ લેવા માટે રેફરન્સલાઈન તરીકે કે બીજી કોઈ પણ બાબતમાં - ઘરમાં કે બહાર-આપણા નિમિતે કે આપણા વ્યક્તિગત કે પારિવારીક (પાંચસોહવોરા પરિવાર ને લગતા) પ્રસંગો માં ક્યાંય પણ તેનો ઉપયોગ કરવો નહિ.તેમજ તેનો ઉપયોગ થયેલ હોય,તેવા કપડાં પહેરવા કે ઉપયોગમાં લેવા નહીં.

* આપણા પરિવારમાં વનસ્પતિ ઘી (ડાલ્ડાઘી) નો ઉપયોગ નિષેધ છે.

 

અંતરાયવાળી બહેનોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો.

 

* ઓછા માં ઓછું 72 (બોતેર) કલાક સુધી ઘરમાં ક્યાંય પણ- કોઈ પણ વસ્તુ ને અડકવું નહિ. 72 કલાક પૂર્ણ થયા બાદ માથા બોળ ન્હાઈ ને પછી જ ઘરના કામ-રસોઈવી....કરી શકાય.

* માતાજી ના દીવા કરવા, માતાજી ના મંદિરમાં પ્રવેશ માટે, માતાજી ને લગતા કોઈ પણ કાર્ય કે ગોત્રજ ભરવા બાબત સાત દિવસનો સમય ગાળો રાખવો. (અંતરાયમાં આવ્યા થી 144/168 કલાક બાદ જ આ અનુષ્ઠા નો માં ભાગ લેવો કે મંદિરમાં પ્રવેશ કરવો). (ગોત્રજ બાબત વધુ માહિતી માટે ગોત્રજ વિધિમાં જોવું).

* આપણા કુળદેવી માતાજી તરફથી કોઈ પણ બાબતની આશાતના ચલાવતી નથી. માટે ઘરમાં કામ વાળી બહેનો કે અન્ય કંઈ કામ કરવા આવતી બહેનો બાબત અંતરાયનું ખાસ ધ્યાન રાખવું.